Pages

Monday, August 16, 2010

Saluting Freedom & Truth

Saluting Freedom & Truth
by Narendra Modi 15. August 2010 00:05
મિત્રો,
ભારતની આઝાદીની
૬૪મી વર્ષગાંઠે આપ સહુને
ખૂબ ખૂબ શુભકામનાઓ
આઝાદીના લડવૈયાઓને
શત્ શત્ નમન.

ગત સપ્તાહે ગુજરાત ઉપર
કુદરતની કૃપા વરસી છે.
ગુજરાતની તરસી ધરતીને તરબતર કરતા
મેઘરાજાની મહેરથી,
સર્વત્ર આનંદઉલ્લાસથી
જનજીવન મહેંકી રહ્યું છે.

આ આહ્લાદક પ્રકૃતિની નિશ્રામાં
મહિમાવંત તહેવારોની યાત્રા
શરૂ થઈ ગઈ છે.

આગામી દિવસોમાં
ઉત્સવધારા વહેતી રહેવાની છે.
મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબના
જન્મદિવસ પણ ઑક્ટોબરમાં આવે છે.

ગુજરાત માટે સુભગ સંયોગ એ પણ છે કે
આ સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં,
૬૪મું આઝાદી પર્વ
વિરાટ વિકાસ ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યું છે.

સમગ્ર રાજકોટ જિલ્લો રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને
ઉમંગ થી વધાવી રહ્યો છે.
સત્યનો જ વિજય થાય છે સત્યમેવ જયતે એ
આપણો સદીઓનો મંત્ર છે.
સત્યમ્ શિવમ્ સુંદરમ્
આપણી સાંસ્કૃતિક ધરોહર છે.
આપણે ત્યાં પ્રાચીન
દુહામાં કહેવાયું છે
‘‘સાચંુ સોરઠિયો ભણે’’
‘‘સત્ય’’ આપણો સંસ્કાર વારસો છે.
સ્વામી દયાનંદજી સરસ્વતીએ
હિન્દુ સમાજને અંધશ્રદ્ધામાંથી
બહાર લાવવા બીડંુ ઉઠાવ્યું.
તેમણે રચેલ ગ્રંથનું નામ હતું
‘‘સત્યાર્થ પ્રકાશ’’
મહાત્મા ગાંધીએ જીવનકથાને
‘‘સત્યના પ્રયોગો’’
તરીકે ઓળખાવી,
આઝાદીના આંદોલનને
‘‘સત્યાગ્રહ’’ના રંગેરંગી દીધું.
સમાજ સુધારની ઝુંબેશ
કરનાર પત્રકાર કરસનદાસ મૂળજીના
અખબારનું નામ હતું
‘‘સત્યપ્રકાશ’’
ગુજરાતે ‘‘સત્ય’’ના શસ્ત્ર થકી અન્યાય,
ઉપેક્ષા અને બદનામ કરવાના
ષડ્યંત્રો સામે
લડવાનો માર્ગ સ્વીકારેલો છે.
‘‘સાચને ન આવે આંચ’’
‘‘સત્ય છાપરે
ચડીને પોકારશે.’’
‘‘સત્યનો જય’’
આજ આપણી શ્રદ્ધા છે.

મિત્રો, ઇન્ડિયા ટુડે અને ORG Marg દ્વારા
સમગ્ર દેશમાં સર્વેક્ષણ થયું.
ફરીથી એક વાર મને
(Best CM) તરીકે
દેશવાસીઓએ અને
મારા ગુજરાતના વ્હાલા
નાગરિકોએ પસંદ કર્યો.
આપના સહુના તરફથી
અભિનંદનની વર્ષા શરૂ થઈ.
મારા માટે ઉત્તમ
અભિપ્રાય આપનાર
સહુ દેશવાસીઓનો
હું આભાર માનું છું.

અપપ્રચાર, જુઠાણાં,
ગંદા આરોપોના
એકધારા મારા વચ્ચે પણ
વિચલિત થયા વગર
મારા પર વિશ્વાસ રાખનાર
આપ સહુનો હું જેટલો આભાર માનું
તેટલો ઓછો છે.
હું આપનો ઙ્ગણી છું.

આપની આશા,
અપેક્ષાને અનુરૂપ
ભારતમાતાની
સેવા કરતો રહ્યો છું.
અને કરતો રહીશ.
આવો દેશ માટે
જીવીએ, દેશ માટે કંઈક
કરીએ વંદે માતરમ્.


Friends,

On the occasion of the 64th
anniversary of India’s
Independence I extend
my heartiest greetings!

I also salute all our freedom fighters.

Last week Mother Nature bestowed her bounty and the thirsty land of Gujarat was satiated.

Thanks to the kindness of Meghraj there is joy all around. With the coming rains there is an explosion of joy & happiness all around heralding the festival season. In days to come there is going to be an array of continuous festivals.

Mahatma Gandhiji and Sardar Saheb’s birthdays are also falling in the month of October.

The good news for Gujarat is that in the year of its Swarnim Jayanti the 64th Independence Day is being celebrated as grand ‘festival of development’.

Entire Rajkot district is welcoming the state-level celebration of the Independence Day.

Truth always triumphs — Satyameva Jayate is our age-old mantra.

Satyam Shivam Sundaram is our cultural heritage.

Our ancient sages have said through couplets that Saachu Sorathio Bhane" (when a Sorathio (Saurashtrian) speaks he will speak the truth).

Indeed truth is ingrained in our culture.

Swami Dayanandji Saraswati picked up the gauntlet to extricate the Hindu Samaj from superstitious beliefs.

The book he wrote was named ‘Satyarth Prakash’.

Mahatma Gandhi’s story of his life came to be known as “experiments with truth" and it lit up the freedom struggle with Satyagraha.

Social reformist and journalist Karsandas Mulji’s newspaper too was titled “Satya-Prakash”.

Gujarat has accepted the path of truth as its weapon to fight all forms of injustice, neglect and against those who try to defame us

"Saanch ne ave na Aanch" (There is no ignominy in speaking the truth)

"Satya Chhapre Chadi ne Pokarshe" (Truth will out)

"Satya No Jay" (Truth triumphs)

This only is our faith.

Friends, India Today and ORG-Marg recently conducted an opinion poll countrywide.

And once again the people of our country and my dear people of Gujarat have voted me as Best CM in the country.

From all of you there has been a downpour of greetings.

To all those countrymen who have given their best opinion I am truly indebted to them.

They remained unperturbed even when a certain section launched an incessant slander and malicious campaign and false allegations against me.

Howsoever big is my effort in conveying the gratitude I think it will be too little a gesture.

I am indebted to all of you.

As per your wishes and desire I have served Mother India and will continue to do so in the future.

Come, let us live for the sake of our country and do something for our nation — Vande Mataram.



मित्रों,
भारत की स्वतंत्रता की
64 वीं सालगिरह पर आप सब को
बहुत बहुत शुभकामनाएं
और स्वतंत्रता सेनानियों को
शत शत वंदन.

पिछले सप्ताह गुजरात पर
कुदरत की कृपा बरसी हैं.
गुजरात की तरसी धरती को तरबतर करते
मेघराजा की मेहर से,
सर्वत्र आनंद-उल्लास से
जनजिवन महक रहा है.

यह आह्लादक प्रकृति की निश्रा में
महिमावंत त्योहारों की यात्रा
शुरु हो गई है.

आने वाले दिनों में
उत्सव-धारा बहती रहने वाली है.
महात्मा गांधी जी और सरदार साहब के
जन्मदिन भी अक्टूबर में आते हैं.

गुजरात के लिए शुभग संयोग ये भी है कि
यह स्वर्णिम जयंती वर्ष में,
64 वां स्वतंत्रता पर्व
एक विराट विकास उत्सव के रुप में मनाया जा रहा है.
पूरा राजकोट जिला राज्य स्तर के इस स्वतंत्रता पर्व का
उमंग के साथ स्वागत कर रहा है.

सत्य का ही विजय होता है - सत्यमेव जयते ये
हमारा सदियों पुराना मंत्र है.
सत्यम शिवम सुंदरम
हमारी सांस्कृतिक धरोहर है.
हमारे यहां प्राचीन
दोहे में कहा गया है,
“सोरठ (सौराष्ट्र) का आदमी सत्य बोलता है”
“सत्य” हमारी संस्कार विरासत है.
स्वामी दयानंद सरस्वती ने
हिन्दू समाज को अंधविश्वास में से
बाहर लाने का बीडा उठाया था.
उन्होंने रचे हुए ग्रंथ का नाम था
“सत्यार्थ प्रकाश”
महात्मा गांधी ने जीवन कथा को
“सत्य के प्रयोग”
नाम से पहचान दी,
स्वतंत्रता आंदोलन को
“सत्याग्रह” के रंग से रंग दिया.
समाज सुधार का अभियान
करने वाले पत्रकार करसनदास मूळजी के
अखबार का नाम था
“सत्यप्रकाश”
गुजरात ने “सत्य” के शस्त्र द्वारा अन्याय,
उपेक्षा और बदनाम करने के
षड्यंत्र के सामने
लडने का मार्ग स्वीकार किया है.
“सांच को आंच नहीं”
“सत्य छत पर
चडके पुकारेगा”
“सत्य की जय”
यही हमारी श्रद्धा है.

मित्रों, इंडिया टुडे और ORG Marg के द्वारा
पूरे देश में सर्वेक्षण हुआ.
फिर से एक बार मुझे
सर्वश्रेष्ठ मुख्यमंत्री (Best CM) के रुप में
देशवासीओं ने और
मेरे गुजरात के प्रिय
नागरिकों ने पसंद किया.
आप सब की और से
बधाई की वर्षा शुरु हुई.
मेरे लिये उत्तम
अभिप्राय देने वाले
सब देशवासीओं का
में आभारी हूँ.

अपप्रचार, झूठ,
गंदे आरोपों के
सतत आक्रमण के बीच भी
विचलित हुए बगैर
मुझ पर विश्वास रखने वाले
आप सब के लिये मैं जितना आभार व्यक्त करुं
उतना कम है.
मैं आपका ऋणी हुं.

आपकी आशा,
अपेक्षा के अनुरुप
भारत मां की
सेवा करता रहा हुं.
और करता रहुंगा. आओ, देश के लिए
जीएं, देश के लिए कुछ
करें - वंदे मातरम.

No comments:

Post a Comment